Flash Story
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા

એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત છ સુરતીઓ જયેશભાઈ પટેલ, રાજેશભાઈ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલએ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌવર વધાર્યું છે.

ધર્મેન્દ્રભાઈ સવાણી એ પોતાની આ સાહસિક સફર વિશે જણાવ્યું હતું કે જીવનમાં સાહસ ખેડવાનું નક્કી કર્યું હતું ત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ વિશે જાણવા મળ્યું અને આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી. મારી સાથે સુરતના અન્ય પાંચ અને એક અમદાવાદ અને એક ટ્રેકર પુણેના હતો. અમે સૌ બાયરોડ કાઠમંડુ થી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટ થી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર પંદર મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ને ઉડાન ભરવા કલાકો વિતી ગયા. આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌ એ ટ્રેકિંગ ની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા. રોજ દસ થી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10 થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો આમ કુલ નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. પોતાના અનુભવ વિશે ધર્મેન્દ્રભાઈ સવાણી એ જાણવું હતું કે એમ લાગતું કે દોડીને આટલું અંતર પૂર્ણ કરી લઈશું પણ થોડુક ચાલીએ એટલે શ્વાસ ફૂલી જતો, ઊંચા ઊંચા ડુંગરો ચડતા ઠંડીમાં પણ પરસેવો છૂટી જતો. એટલું જ નહીં પણ બેઝ કેમ્પ થી પણ આગળ અમે કાલાપત્થરની 5550 મીટર ની સફર પૂર્ણ કરી. આ સફરનો અનુભવ મારા અને મારા સાથીઓ માટે જીવનનો એક સાહસિક અને અવિસ્મરણીય અનુભવ હતો અને રહેશે.

-છ મહિના પહેલા પ્રેક્ટિસ કરી

ધર્મેન્દ્રભાઈ સવાણી એ જણાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પની સફર પૂર્ણ કરવાનું લક્ષ્ય તો નિર્ધારિત કરી લીધું પણ તે પૂર્ણ કરવું આસાન નહતું. આ માટે અમે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી હતી. રોજ 200 માળ પર ચઢતા અને ઉતરતા હતા સાથે જ સફર દરમિયાન ડાયટ નું પણ મહત્વ હોય છે એટલે એ મુજબનું જ ખાનપાન આરોગ્યું અને આકરી પ્રેક્ટિસના પરિણામે આ સાહસિક કાર્ય ને સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યા

Back To Top