Flash Story
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક

કવાન ઈન્ફ્રાએ ધોલેરામાં એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યો

“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ

ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર કવાન ઇન્ફ્રા દ્વારા આ અદ્ભુત પ્રોજેક્ટ નિઃશંકપણે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે.

એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ, 20 એકરમાં ફેલાયેલો છે, શહેરી સુવિધાઓ અને કુદરતી શાંતિ વચ્ચે આદર્શ સંતુલન મળે એવા ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે

ધોલેરા: ધોલેરામાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર કવાન ઈન્ફ્રાએ “એક્સપ્રેસ વ્યુ સિટી”ની જાહેરાત કરી છે, જે એક આગ્રણી રહેણાંક પ્રોજેક્ટ છે અને ઝડપથી વિકાસ પામતા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)માં જીવંતતા અને મૂલ્ય ઉમેરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આગામી સ્માર્ટ સિટીની અંદર સ્થિત એક્સપ્રેસ વ્યૂ સિટી પ્રોજેક્ટ ખરેખર આધુનિક જીવન, ઉત્તમ ડિઝાઇન અને ઇકો- ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંપૂર્ણ મિશ્રણનું વચન આપે છે.

એક્સપ્રેસ વ્યૂ સિટી, ધોલેરા SIR રોકાણ અને નવીનતા માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવશે. આ માત્ર ઘરો બનાવવા માટે જ નહીં પરંતુ આધુનિક અને ટકાઉ જીવનશૈલીને અપનાવતા સમૃદ્ધ સમુદાયો માટે  કવાન ઈન્ફ્રાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમકાલીન વૈભવી ડિઝાઇન, ઇકો- કોન્શિયસ પ્લાનિંગ અને ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મિશ્રણ સાથે રહેણાંક જીવનને ફરીથી અર્થઘટન કરવાનો છે.

આશરે 20 એકરમાં ફેલાયેલ એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ શહેરી સુવિધાઓ અને કુદરતી શાંતિ વચ્ચે સંપૂર્ણ સંતુલન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેના કાળજીપૂર્વક આયોજિત રહેણાંક પ્લોટ આવશ્યક સુવિધાઓ અને લીલી (ગ્રીનરી) જગ્યાઓથી સજ્જ છે, જે રહેવાસીઓ માટે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ પ્રેક્ટિસને એકીકૃત કરે છે જેમ કે વરસાદી પાણીનો સંગ્રહ, સૌર ઉર્જાનો ઉપયોગ અને કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ, ગ્રીન પર્યાવરણમાં યોગદાન આપે છે. તેમાં એક જૈન મંદિર પણ છે.

કવાન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિવેક ખંડેલવાલે જણાવ્યું હતું કે, “અમે સ્થાયી વિરાસત બનાવવા માટે સમર્પિત છીએ અને આ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તેમાં એક વિશાળ પાર્ક, રમતગમતની સુવિધાઓ અને સમુદાયનો સમાવેશ થાય છે.  સામાજિક અને મનોરંજક જગ્યાઓ, આરામ અને સંબંધની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે એક્સપ્રેસ વ્યુ સિટી આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને તે એક તેજસ્વી, વધુ સુરક્ષિત છે.

અંદાજિત 3,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ધોલેરા ઔદ્યોગિક અને શહેરી વિકાસ માટેની ભારતની મહત્વાકાંક્ષી યોજનાઓનું પ્રતીક છે. તેમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે જેમાં વિશ્વ કક્ષાની ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, ભરોસાપાત્ર યુટિલિટીઝ અને ઈકો- ફ્રેન્ડલી સુવિધાઓનો સમાવેશ થાય છે, જ વૈશ્વિક ધોરણોથી પણ વધુ છે. અહીંના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદને જોડતો છ- લેન હાઈવે, લોજિસ્ટિક્સ પાર્ક અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો સમાવેશ થાય છે.

વિશ્વભરમાંથી કોર્પોરેટ જગતના મોટા નામોએ ધોલેરા આવવાનું શરૂ કર્યું છે. ટાટા ગ્રૂપની રૂ. 91,000 કરોડની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સાથે તેણે પહેલેથી જ મોટું રોકાણ આકર્ષિત કર્યું છે. વધુમાં, રિન્યુ પાવરની 2 GW સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધા અને 5,000 મેગાવોટનો સોલાર પાર્ક પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સીમાચિહ્નો ચિહ્નિત કરે છે. આ પ્રોજેક્ટ્સ હજારો નોકરીઓનું સર્જન કરશે અને ભારતના $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના લક્ષ્યમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. એક અંદાજ મુજબ ધોલેરા પ્રદેશ આગામી થોડા વર્ષોમાં 20 લાખથી વધુ લોકોના ઘર હશે.

શ્રી ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે, “એક્સપ્રેસ વ્યૂ સિટી એ એક એવો પ્રોજેક્ટ છે જે માત્ર નાણાકીય વળતરનું વચન જ નથી આપતું, પરંતુ તે ક્રાંતિનો ભાગ બનવાની તક પણ પ્રદાન કરે છે જે ભારતને આર્થિક મહાસત્તામાં ફેરવી રહી છે. અમે ગ્રાહકોને એક્સપ્રેસ વ્યૂ સિટીની મુલાકાત લેવા અને ભવિષ્યના શ્રેષ્ઠ અને સુખી જીવનનો અનુભવ કરવા આમંત્રિત કરીએ છીએ.”

For Information:

Website: www.kavvaninfrra.com

Facebook: https://www.facebook.com/profile.php?id=61553788456524&mibextid=LQQJ4d

Back To Top