Flash Story
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી
પરમ વ્હીલ્સ મહહન્દ્રાએ અમદાવાદમાાં XUV 7XO અને XEV 9S લોન્દ્ચ કરી
શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડને ક્રેડાઈ એવોર્ડ, સુરતના રિયલ એસ્ટેટ માટે ગૌરવનો ક્ષણ
SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ
રાજહંસ પ્રેશિયા મલ્ટિપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું : એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ
હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસ्सલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ
ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ
શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને ૨૫ લાખ અર્પણ

છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓ મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે.  એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે.

ગત જુલાઈમાં પૂજ્ય બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી  અને એ સમયે પૂજય મોરારિબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું.

પૂજ્ય બાપુની સંવેદના રૂપે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા  દ્વારા આજરોજ  હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા કે જે માનવસેવા અને માનવીય મૂલ્યોનેના કાર્યને વરેલ છે તેને રુપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દરાજના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં આ રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.

Back To Top