Flash Story
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી
પરમ વ્હીલ્સ મહહન્દ્રાએ અમદાવાદમાાં XUV 7XO અને XEV 9S લોન્દ્ચ કરી
શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડને ક્રેડાઈ એવોર્ડ, સુરતના રિયલ એસ્ટેટ માટે ગૌરવનો ક્ષણ
SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ
રાજહંસ પ્રેશિયા મલ્ટિપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું : એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ
હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસ्सલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ
ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ
શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન

ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો OMG ફેસ ઓફ ધ યર સીઝન 2નું ભવ્ય સમાપન

પ્રથમ રનર અપ – વિધિ અને સાર કશ્યપ, વિજેતા – સ્વરા માંડલિક અને પ્રશાંત ભંવરીયા, દ્વિતીય રનર અપ – હિમાની ભાનુશાલી અને રાઘવ આનંદ

મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની હસ્તીઓની હાજરીમાં ગુરુવારે સાંજે ભભકાદાર આયોજન સાથે સમાપ્ત થયો હતો.

OMG ફેસ ઓફ ધ યરની બીજી સીઝને માત્ર તમામ રેકોર્ડ તોડી નાખ્યા એટલું જ નહીં પણ ઉભરતી પ્રતિભાઓને તેમની પ્રતિભા અને ચમક દર્શાવવા માટે એક અજોડ પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું. માત્ર એક હરીફાઈથી દૂર બીજી સીઝન પોતાની જાતને આકાંક્ષાઓ અને તમામ અવરોધો છતાં સફળ થવાના નિર્ધારની આનંદદાયક સફરમાં પરિવર્તિત થઈ.

અમારા પ્રાયોજક દ્વારા સંચાલિત ધ રિસોર્ટ મુંબઈની ભવ્ય પૃષ્ઠભૂમિ સામે ધ રિસોર્ટ ખાતે શાનદાર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ભવ્યતાથી ભરપૂર શો હતો. ભવ્ય સાંજે આનંદ અને હળવાશથી ભરેલી ક્ષણો હતી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધકોએ ગ્લેમર, પ્રતિભા અને મનોરંજનના વાવંટોળમાં તેમની કુશળતા રજૂ કરી ત્યારે તેઓ લાગણીઓના રોલરકોસ્ટરના સાક્ષી પણ બન્યા.

આ શોને સફળ બનાવવા માટે અનેક નામી હસ્તીઓએ યોગદાન આપ્યું હતું અને જૂરી તરીકે પણ સેવા આપી હતી. ખ્યાતનામ અને ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની, જાણીતા અભિનેતા આરતી સિંહ, જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર વિકી સિડાના, કુશળ કોરિયોગ્રાફર સુરેશ મુકુંદ, અતરંગીના મેઘા અગ્રવાલ, બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા મીર સરવર અને ન્યૂઝ ચેનલ આજ તકના અમિત ટીએ  પ્રતિભાગીઓને માર્ગદર્શન આપી સ્પર્ધામાં એક નવું અને ઉત્તેજક પરિમાણ ઉમેર્યું હતું.

બ્લેન્કકાનવાસ મીડિયાના સ્થાપક અને OMG ફેસ ઓફ ધ યર શો જેમના દિમાગનો આઈડિયા છે એ પરિમલ મહેતાએ જણાવ્યું હતું કે, “આ એક અવિસ્મરણીય સાંજ હતી. અમે OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ને પ્રતિભાગીઓ તરફથી મળેલા અદ્ભુત પ્રતિસાદથી ખરેખર રોમાંચિત છીએ, તેમજ અમારા નામાંકિત જ્યુરી સભ્યો, પ્રાયોજકો અને અન્ય દરેક વ્યક્તિ કે જેમણે આ રસપ્રદ સાંજને શક્ય બનાવી. આ સિઝન શોધ અને શ્રેષ્ઠતાની રોમાંચક સફર રહી છે, ખાસ કરીને પ્રતિભાશાળી યુવાનોની અતુલ્ય પ્રતિભા અને સમર્પણને ઓળખ આપવા સાથે જ તેમને પ્લેટફોર્મ પુરૂ પાડતા અમે ગૌરવ અનુભવીએ છીએ. આ એક એવું પ્લેટફોર્મ છે જે યુવા પ્રતિભાઓને તેમના સપનાને બદલવામાં મદદ કરે છે.”

 પ્રખ્યાત ડિઝાઇનરો તેમની સર્જનાત્મક પ્રતિભાને OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ના મંચ પર લાવ્યા હતા અને શોના સૌંદર્ય શાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું હતું . પરિચય રાઉન્ડના ડિઝાઇનરો રૂહી માર્જારા અને પોર લુઇ તાઓફ હતા, જ્યારે અંતિમ ડિઝાઇનર સ્વેન અને કોમલ સૂદ હતા. રણજીત રોડ્રિક્સ હાઉસ ઓફ NM અને જ્યૂસ રિસોર્ટના વસ્ત્રોના ડિઝાઇનર્સ તરીકે સંકળાયેલા હતા જ્યારે રિયાનાએ જ્વેલરી પાર્ટનરની ભૂમિકાને શણગારી હતી.

તેમના ઉત્કૃષ્ટ યોગદાન સાથે સ્ટાઈલિસ્ટ કવિતા ખરાયત, સન્ની કાંબલે અને ઓરેન ઈન્ટરનેશનલ મલાડ ફોર હેર એન્ડ મેકઅપ દ્વારા  શોને ચાર ચાંદ લાગી ગયા હતા.

સહ- સંચાલિત ભાગીદાર SynbioPro Nutra એ પ્રતિભાને પોષવા માટે ઇવેન્ટના સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂકતા, સ્પર્ધકોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ને પણ મુખ્ય ભાગીદારો તરફથી જબરજસ્ત ટેકો મળ્યો હતો,  જેમાં ચેનલ પાર્ટનર અત્રાંગી ટીવી એન્ડ એપ, હાઇડ્રેશન પાર્ટનર કેન્ક્રો ડ્રિંક, હેપીનેસ પાર્ટનર શ્મિટેન ચોકલેટ્સ, ક્રાઉન એન્ડ ટ્રોફી પાર્ટનર સ્વર ફાઈન જ્વેલરી, રેડિયો પાર્ટનર રેડિયો સિટી 91.1 એફએમ, ફ્રેગરન્સ પાર્ટનર નસો પ્રોફૂમી, ગૃમિંગ પાર્ટનર બ્લેકકેનવાસ એજયુ, સ્ટાઇલ પાર્ટનર હોરા લકઝરી, પીજેન્ટ પાર્ટનર રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા, ગીફ્ટિંગ પાર્ટનર હર્બલ બોટનિકા,  પ્રિન્ટ પાર્ટનર મીડ ડે ઇન્ડિયા, આઉટ ડોર પાર્ટનર બ્રાઇટ આઉટડોર મીડિયા, ડિજિટલ પાર્ટનર્સ ડેઇલી હન્ટ એપ, ફિલ્મી બીટ, બોલ્ડ સ્કાય, શોર્ટ વીડિયો પાર્ટનર જોશ, એચ એમ યૂ  પાર્ટનર ઓરન્સ ઇન્ટરનેશનલ, EV પાર્ટનર વાન મોબિલિટી, વેરેબલ પાર્ટનર સ્વિસ મિલિટરી ઓડિયો, આયુર્વેદ પાર્ટનર થિંક આયુર્વેદ અને યુવા એરલાઇન પાર્ટનર સ્પાઈસ જેટ તેની પહોંચને વિસ્તૃત કરે છે. મીડિયા જાયન્ટ્સ ભારત 24, ફર્સ્ટ ઈન્ડિયા અને સાસ બહુ ઔર બેટીયાં સાથેના સહયોગથી એ સુનિશ્ચિત કર્યું કે ઉત્તેજના દેશના ખૂણે ખૂણે પહોંચે.

અને સૌથી છેલ્લે, રિસોર્ટ મુંબઈ તરફથી અભિજીત અદુરકર, સુઝાદ ઈકબાલ ખાન, સાયાન સુર રોય, કપિલ ચારણ્ય અને કલ્પેશ ગોસ્વામી, અચલા સચદેવ અને વાહબીઝ મહેતાનો વિશેષ આભાર.

વધુ અપડેટ્સ અને પડદા પાછળની વિશિષ્ટ સામગ્રી માટે, અને OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ની અસાધારણ મુસાફરીમાં ડૂબકી મારવા માટે, અમારી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો…

Back To Top