Flash Story
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

વાવ-થરાદ, ૧૧ એપ્રિલ:  તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે. આચાર્યશ્રી મહાશ્રમણજી – એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ!

તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને રૂઢિચુસ્ત માન્યતાઓ પર સશક્ત ઘાત કર્યા છે. આચાર્યશ્રી માત્ર વિચાર નહિં, નશામુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના જીવનમંત્રથી ૧ કરોડથી વધુ લોકોમાં પરિવર્તન લાવનાર પ્રભાવશાળી પ્રણેતા છે!

આચાર્ય મહાશ્રમણ જીએ  60,000 કિમીથી વધુની પદયાત્રા, ૨૩ રાજ્યો અને હિમાલય પાર્શ્વના પ્રદેશો સુધી ધર્મસંચાર કર્યો છે.

એક સાથે ૪૩ સંયમરત્નો નું દિક્ષાસંસ્કાર, જે સંતપરંપરાનો એક અદભૂત અધ્યાય બન્યો હતો. આજ સુધી તેરાપંથ ધર્મસંઘ માં વાવ પથક માંથી  31 સંયમ રત્નો દીક્ષિત થયા છે. જે વાવ પથક માટે સાત્વિક ગૌરવ ની વાત છે. આપણા આરાધ્યના આગમનથી વાવની ધરા પર એક મહોત્સવ રૂપી આભા છવાઈ રહી છે. આ એક સાધારણ ઘટના નહીં પણ ધર્મ અને ભક્તિનું મહાપર્વ છે, જ્યાં શ્રદ્ધા, અનુશાસન અને અધ્યાત્મનો સંગમ થશે!

જૈન તેરાપંથ ધર્મસંઘ ના એકાદશમ અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણ જી 12 વર્ષ પછી વાવની ધરાને પાવન કરવા આવી રહ્યા છે અને આ અવસરે વાવ નગરના દરેક બાળક,યુવાન અને વડીલ શ્રાવકો તેમજ જૈન અને જૈનેતર દરેક ના મન માં એમના આરાધ્ય ના આગમન નો અનેરો ઉમઁગ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્ય નો પ્રવાસ બહુમૂલ્ય હોય છે જેમના ભાગ્યના દ્વાર ખુલે તેમને જ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને આજે આ અવસરે વાવમાં નવા નવા કિર્તીમાન થવા જઈ રહ્યા છે. મહાશ્રમણમુખ્ય પ્રવેશદ્વાર , વાવ નૂતન તેરાપંથ ભવન નિર્માણ , વાવ તેરાપંથ ભવન નવીનીકરણ તેમજ ભવ્ય પ્રવચન પંડાળથી વાવ અને વાવ નગરના દરેક શ્રાવક એમના આરાધ્યના સ્વાગત માટે સજી ધજી ને તૈયાર થઈ ગયા છે.14 એપ્રિલ 2025ના રોજ ભવ્ય મહાશ્રમણ મુખ્ય પ્રવેશદ્વાર અને ભવ્ય નૂતન તેરાપંથ ભવનનું લોકાર્પણ આચાર્ય શ્રીના વરદ હસ્તે થશે.

14 થી 22 એપ્રિલના 9 દિવસ ના પાવન પ્રસંગે આચાર્ય શ્રીની અમૃતવાણી , ચરણ સ્પર્શ , સાધુ – સાધ્વી જી નું સાનિધ્ય થી વાવના દરેક શ્રાવકો ધન્યતા નો અનુભવ કરશે અને વાવ ના મુમુક્ષુ રત્ન કલ્પભાઈ ની શોભાયાત્રા તેમજ દીકરી વાવ તેરાપંથ ની અને જૈન કાર્યશાળા થકી વાવ નગર શોભાયમાન થશે.

જૈન પ્રબુદ્ધ આચાર્ય મહાશ્રમણ ના આગમન માટે નાનકડા ગામમાં આશરે 5000 વ્યક્તિનો ભવ્ય પંડાળ બની રહ્યો છે. ત્યાં અંદાજિત 10000 થી વધારે લોકો આચાર્ય શ્રીના પાવન સાનિધ્યનો લાભ લેશે. આ પ્રસંગે વાવ નગર વાસી પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે . આચાર્ય શ્રીના આ 9 દિવસ નો પાવન પ્રવાસ વાવ ના શ્રાવક સમાજ માટે ઉત્સવ બની ગયો છે.

Back To Top