Flash Story
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ
શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
વડાપ્રધાન મોદીએ ઉપાડેલું જળસંચયનું બીડું “કેચ ધ રેઇન” રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોકચેતના જગાડશે

શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું

અમદાવાદ, 18 ઓક્ટોબર:  સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે  સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે  કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે  કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

Back To Top