Flash Story
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

સુરત, 11 ડિસેમ્બર: જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે!

  • સોના ના દાગીના ખરીદતી વખતે ત્રણ પ્રકારના ભાવો ની ચકાસણી કરો

-સોનાનો ભાવ (કેરેટ પ્રમાણે)

-જડતર માં વપરાતા સ્ટોન, માણેક, કુંદન વગેરેનો ભાવ

-ઘડામણનો ભાવ

આ ત્રણે પ્રકારના ભાવની યોગ્ય ચકાસણી કરો.

જયારે ઘરેણા ખરીદો છો ત્યારે સોનાનો જે ભાવ આપો છે, એ કેટલા કેરેટ પ્રમાણેનો છે એ ચકાસી એનું સર્ટિફિકેટ મેળવો. જયારે તમે દાગીના પરત આપશો ત્યારે સોનાના યોગ્ય કેરેટ પ્રમાણે જ ભાવ મળશે.

રર કેરેટનો ભાવ ચુકવીને ૧૮ કેરેટ તો નથી ખરીદી રહયાને?

સ્ટાનડર્ડ ભાવ પ્રમાણે ઘરેણા ખરીદવા ખૂબ જરૂરી છે. લોભામણી સ્કીમો કે જેમા ઘડામણ ફ્રી વગેરે થી ભરમાશો નહીં. છુપા ચાર્જીસ તથા સોનાના યોગ્ય કેરેટની ચકાસણી ખૂબ જરૂરી છે.

૨૪ કેરેટ સોનાના ભાવ ની પડતર કિંમત એક સરખી જ હોઈ છે તો પછી રર કેરેટના સોના ના ભાવ, દુકાને દુકાને અલગ કેમ છે? આ વસ્તુ ની ચકાસણી અત્યંત જરૂરી છે.

જયારે આપ રર કે ૧૮ કેરેટ ના દાગીના ખરીદો છો, ત્યારે સોના ના મુલ્ય ઉપરાંત સ્ટોન, જડતર નું વજન પુરેપૂરું બાદ મળે છે?

સોના ના ભાવમાં ડિસ્કાઉન્ટ હોતું નથી, ઓછા ભાવે સોનું આપનારા જવેલર્સ અન્ય પ્રકારે તમારી પાસે વધારે ચાર્જ વસૂલ કરી લે છે.

સોના ના ઓછા ભાવ નો દાવો કરતા જવેલર્સને ત્યાં ૧૦ ગ્રામ દાગીનાનો ઘડામણ ખર્ચ અને અન્ય ચાર્જની સરખામણી પ્રતિષ્ઠિત જવેલર્સ સાથે કરવી જરૂરી છે.

ઓછા ભાવે સોનું વેચતા જવેલર્સ, આપનું પરત આપેલ સોનું પણ ઓછા ભાવથી જ ખરીદશે.

સોનાના દાગીના ખરીદતા પહેલા તમારા જવેલર્સ પાસેથી બાંહેધરી લો, પરત વેચાણ કે એકસચેન્જ કરતી વખતે કયા ભાવે ખરીદશો?

તમારા જવેલર્સ ને પૂછો – ૨૨ કેરેટનો જે ભાવ ઓફર થઈ રહ્યો છે એ ભાવે ગણતરી કરી ૨૪ કેરેટ નો જે ભાવ થાય એ ભાવ થી જ સોનું આપશો?

બીજો સવાલ – રર કેરેટ નો જે ભાવ ઘરેણા માટે ઓફર કરો છો, એ ભાવે ફક્ત રર કેરેટ સોનું આપશો?

સોના ના ઘરેણા ત્યાંથી જ ખરીદો જયાં સ્ટાન્ડર્ડ ભાવની નિતિ ચાલતી હોય.

73 વર્ષો વીરચંદ ગોવનજી (VG)

Jewellers વલસાડ, વાપી અને સુરત ના શોરૂમ દ્વારા શુદ્ધ સોનાનો, શ્રેષ્ઠ કારીગરીનો, સંપૂર્ણ પારદર્શિતા અને સાચા  હીરાનો વિશ્વાસ જ તેમના દરેક ગ્રાહકોને હીરા અને સોનાના આભુષણો ખરીદવા માટેની એક વિશ્વાસ પાત્ર અને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.

સોનાના દાગીના એ વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે. સોના ના ભાવો જયારે આસમાન ને આંબી રહયા છે ત્યારે સોનું સામાજીક સુરક્ષા, દિકરીની સુરક્ષા અને સામાજીક મોભો આપે છે.

એટલે જ જવેલરી ખરીદતા પહેલા જવેલર્સ ની પસંદગી કરવી ખુબ જરૂરી છે!

વિશ્વાસ વર્ષો વર્ષનો, વિશ્વાસ વી.જી નો

 

Back To Top