Flash Story
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ
શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
વડાપ્રધાન મોદીએ ઉપાડેલું જળસંચયનું બીડું “કેચ ધ રેઇન” રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોકચેતના જગાડશે

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહે છે કે, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાછલા દસ વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે એવા પર્યાવરણીય કાર્યો કર્યા છે. તેમણે મિશન લાઈફથી લઈ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ચળવળો લોન્ચ કરી છે. તો ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ તેમણે અત્યંત મહત્ત્વની સફળતાઓ પ્રાપ્ત કરી છે. એક પર્યાવરણ પ્રેમી તરીકે મને આ તમામ કાર્યો અત્યંત પ્રભાવક લાગ્યા છે, જે કાર્યો વિશે દેશનો દરેક નાગરિક જાણે એ મહત્ત્વનું છે. એટલા માટે જ અત્યંત સરળ ભાષામાં, લોકો સમજી શકે એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.

જાણીતા લેખક જય વસાવડાએ આ પ્રસંગે કહ્યું છે કે ‘એક ગુજરાતીએ કરેલા પર્યાવરણીય કાર્યો વિશે બીજા ગુજરાતી પુસ્તક લખે એ આપણે મન એક ઉત્સવ જેવી વાત છે. વિરલ દેસાઈએ સતત પર્યાવરણીય કાર્યો કર્યા છે. આ પુસ્તક તેમની પર્યાવરણીય યાત્રામાં એક મહત્ત્વનો પડાવ છે.’

આ પુસ્તક જાણીતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયું છે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દેશભરમાં આ પુસ્તકને લઈને ટૂર કરશે અને અને અનેક રાજ્યોમાં વડાપ્રધાનના પર્યાવરણીય કાર્યો વિશે જાગૃતિ આણશે.

Back To Top