Flash Story
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ
શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
વડાપ્રધાન મોદીએ ઉપાડેલું જળસંચયનું બીડું “કેચ ધ રેઇન” રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોકચેતના જગાડશે

JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં 7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી ડંકો વગાડ્યો

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ?
જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ !

સુરત: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ ભવિષ્યનાં દ્વાર ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE ADVANCE નું પરિણામ જાહેર થયું. જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી રાઠોડ ક્રિશ દીપકકુમારે AIR. 44 પ્રાપ્ત થયો છે.

ઉપરાંત અણઘણ ઓમને AIR. 454, કાછડીયા ઋત્વિકને AIR. 834, મૈસૂરિયા મહેકને AIR. 851, ચૌધરી ક્રિષ્નાકુમારીને AIR. 946, વેકરીયા પ્રીતને AIR. 953 અને ચૌધરી મેશ્વાકુમારીને AIR. 1000 પ્રાપ્ત થયા છે. આમ શાળાનાં સાત વિદ્યાર્થીઓએ ટોપ 1000 માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જ્યારે 15 વિદ્યાર્થીઓ એ ટોપ 2000 માં સ્થાન મેળવ્યું છે. શાળામાં કુલ 46 વિદ્યાર્થીઓ JEE ની તૈયારી કરતા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇ થઈને IIT માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જે શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં વિદ્યાર્થીઓ હંમેશા પોતાના ઉત્તમ પરીણામ વડે સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવતાં રહ્યાં છે.

આ જ પરંપરા સાંપ્રત વર્ષે પણ જળવાઈ રહી. તે બાબત ખૂબ જ સરાહનીય છે. શાળાનું કાર્ય વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્કૂલે હોય ત્યાં સુધી સીમિત નથી હોતું. પરંતુ તે પોતાના ધારેલા લક્ષ્યને પામે ત્યાં સુધી તેની પડખે ઉભા રહીને જે તે વિદ્યાર્થીને સપોર્ટ આપવાનું, માર્ગદર્શન આપવાનું અને હૂંફ આપવાનું હોય છે. વસિષ્ઠ પોતાની આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેનું સાક્ષી આ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. સામાન્ય પરીવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનત વડે સફળતા પ્રાપ્ત કરી છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના દરેક સપના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન…આ ઉત્તમ પરીણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ચેરમેનશ્રી રમણીકભાઈ ડાવરીયા, ડાયરેકટરશ્રી વિજયભાઇ ડાવરીયા, શ્રી રવિભાઈ ડાવરીયા, એજયુકેશનલ એડવાઇઝર ડૉ. પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્યશ્રી મેહુલભાઇ વાડદોરીયાએ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back To Top