Flash Story
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ
શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
વડાપ્રધાન મોદીએ ઉપાડેલું જળસંચયનું બીડું “કેચ ધ રેઇન” રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોકચેતના જગાડશે

પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલમી 12 પ્રો સિરીઝ 5જી લોન્ચ

૨૦૦થી વધુ ચાહકો લાઈવ ડેમો નિહાળવા ઉમટી પડ્યા

રાજકોટ, 10 ફેબ્રુઆરી, 2024 આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે realme 12 Pro સિરીઝ 5Gનું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમ ગુજરાતી ગાયકીમાં આદિત્ય ગઢવી શિરમોર છે તેવી જ રીતે આજના મોબાઈલમાં શિરમોર છે તે realme12 Pro 5G અને realme 12 Pro Plus 5Gનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

રિયલમી 12 પ્રો સિરીઝ 5G ના લોન્ચિંગ પ્રસંગનાં સાક્ષી બનવા માટે 200 થી વધુ ચાહકો એકઠા થયા હતા અને આજની આ ઇવેન્ટને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પ્રશંસકો રિયલમી તરફથી નવીનતમ ફીચર્સનો લાઇવ ડેમો નીહાળવા અને આદિત્ય ગઢવીની એક ઝલક મેળવવા આતુર હતા. આ ઉપરાંત ચીફ ગેસ્ટ તરીકે તારીણી દાસ (Director, realme India) , પુનિત ચતુર્વેદી (LFR head , realme India) તથા realme India મેનેજમેન્ટ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પુજારા ટેલીકોમનાં ચેરમેન યોગેશભાઈ પુજારાએ તેમને હુંફાળો આવકાર આપ્યો હતો.

આદિત્ય ગઢવીના હસ્તે લોન્ચ થયેલા  realme 12 Pro Series 5G  ફોન મેળવવા માટે ચાહકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. realme 12 pro 5G મોબાઇલ ટેક્નોલોજીની દુનિયામાં અગ્રેસર છે તે વધુ એક વખત સાબિત થયુ છે.

Realme 12 Pro શ્રેણી 5G ની વિશેષતા

———————————————-

• Sony Telephoto Portrait Camera 2X Optical Zoom

• 120Hz Curved Vision Display

• Snapdragon® 6 Gen 1 5G Chipset

• Luxury Watch Design WITH Premium Craftsmanship

પૂજારા ટેલિકોમ: રિયલમી ચાહકો માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

પૂજારા ટેલિકોમ, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 350થી વધુ સ્ટોર્સ સાથે પશ્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. તેના ગ્રાહકોને નવીનતમ અને સૌથી અદ્યતન તકનીક ઓફર કરવા માટે સ્ટોરની પ્રતિબદ્ધતા. realme અને પુજારા ટેલિકોમ મજબૂત ભાગીદારી ધરાવે છે અને આ લોન્ચ ઈવેન્ટે તેમના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે.

રિયલમી 12 પ્રો સિરીઝ 5G સમગ્ર ભારતમાં તમામ પૂજારા ટેલિકોમ સ્ટોર્સ અને અન્ય અધિકૃત રિયલમી રિટેલર્સ પર આકર્ષક ઑફર્સ સાથે ઉપલબ્ધ છે. સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહેલા લોકો માટે આ ફોન તેની પ્રભાવશાળી વિશેષતાઓ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે ધૂમ મચાવવા તૈયાર છે.

Back To Top