Flash Story
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-‘સતરંગી’ લોન્ચ કર્યું

વડોદરા, 08 ઓક્ટોબર :ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં  તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન ‘સતરંગી’  લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને વૈભવી કાપડથી પ્રભાવિત થયા હતા. સતરંગી કલેક્શન નવરાત્રિનું એવું એક નવું કલેક્શન છે જેમાં બદલાતા સમયને અનુરૂપ ચણીયા ચોલી સિરીઝ ડિઝાઇન કરવામાં આવી છે.

કલેક્શન પાછળની પ્રેરણા સમજાવતા, જાણીતા ડિઝાઇનર ખુશ્બુ પાઠક રૂપારેલએ જણાવ્યું હતું કે, “સતરંગીમાં અમે બદલાતા સમય સાથે તેને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય તો રાખ્યો જ હતો સાથે જટિલ મિરર વર્ક અને દોરા વર્ક પરંપરાગત નવરાત્રી સિઝનની પ્રાચીન ભાવના પણ દર્શાવે છે.”

ગરબા એપેરલ્સની પરંપરાગત ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા વિના તે પહેરવામાં પણ સરળતા રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ  બાબત એ સતરંગીને ખરેખર અનોખું  બનાવે છે. નૃત્યના સૌથી મોટા તહેવારને એ જ ઉત્સાહ સાથે ઉજવવા માટે ઘુમાવદાર સ્કર્ટ, વાઇબ્રન્ટ પેટર્ન અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મિરર વર્કની ચમક હોય, વિવિધ રંગોની આભા હોય કે અનોખી ડિઝાઇન હોય, તિતલી ડિઝાઇનર સ્ટુડિયોનું સતરંગી કલેક્શન એ સુનિશ્ચિત કરે છે કે પહેરનાર દરેક વ્યક્તિ ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બને. તિતલી ડિઝાઇનર સ્ટુડિયો નવરાત્રિ સ્ટાઇલને બદલવા માગતા દરેક લોકોને આમંત્રણ આપે છે. સતરંગી કલેક્શન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કલેક્શન જોવા અથવા ખરીદવા માટે તિતલી ડિઝાઇનર સ્ટુડિયો, એ-10, વ્રજધામ સોસાયટી, અક્ષર ચોક, ઓ.પી. રોડ. વડોદરાની જરૂર મુલાકાત લો।

Back To Top